ETV Bharat / bharat

AIMPLB રાષ્ટ્રપતિ સમક્ષ મુકશે વક્ફનો મુદ્દો, જણાવશે મુસ્લિમ સમુદાય પર પડનારી અસર વિશે - AIMPLB ON WAQF BILL

અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વક્ફ બિલ પાસ થવાથી અત્યંત નારજ છે, તેના ગેરબંધારણીય ગણાવતા મુસલમાનો પર હુમલો ગણાવ્યો છે.

AIMPLB રાષ્ટ્રપતિ સમક્ષ રાખસે વક્ફનો મુદ્દો
AIMPLB રાષ્ટ્રપતિ સમક્ષ રાખસે વક્ફનો મુદ્દો (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 5, 2025 at 12:12 PM IST

2 Min Read

નવી દિલ્હી: અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) એ સંસદ દ્વારા હાલમાં જ પસાર કરાયેલા વક્ફ (સુધારો) બિલ પર પોતાની ચિંતા કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક મુલાકાત કરવા માટે સમય માંગ્યો છે.

AIMPLBના પ્રવક્તા SQR ઇલ્યાસે બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ફઝલુર રહીમ મુજદ્દદી દ્વારા લખવામાં આવેલા પત્રની સામગ્રીને બહાર પાડતા, શુક્રવારે જણાવ્યું હતું કે બિલમાં કરવામાં આવેલા સુધારામાં મહત્વપૂર્ણ ફેરફારોનો સમાવેશ થાય છે. આ વક્ફ સંસ્થાના વહીવટ અને સ્વાયત્તતાને અસર કરે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સાથે મળવાનો હેતુ હાલમાં પસાર થયેલા બિલ અને દેશભરના મુસ્લિમ સમુદાય પર તેની પડનારી અસર વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરવાનો છે. તેમણે વધુમાં કહ્યું છે કે આ કાયદો સંપૂર્ણપણે ગેરબંધારણીય અને દેશના મુસ્લિમો પર હુમલો છે.

AIMPLBના મહાસચિવે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ માનવું છે કે, આ અધિનિયમની જોગવાઈઓ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવાની જરૂર છે. આ એટલા માટે છે કારણ કે તેઓ ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારો, ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા અને ધાર્મિક સંસ્થાઓના રક્ષણ સાથે અસંગત છે.

બોર્ડે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે તેઓ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ વહેલી મળવાની મંજુરી આપે, જેથી તેઓ તેમની ચિંતાઓ રજૂ કરી શકે અને બંધારણીય માળખામાં સંભવિત ઉકેલો અંગે ચર્ચા કરી શકે.

એક નિવેદનમાં AIMPLBના મહાસચિવ મુજાદ્દિદીએ કહ્યું કે આ બિલ પસાર થવું એ વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે કાળો અધ્યાય છે. તેમણે કહ્યું કે સત્તાના નશામાં ચૂર શાસક પક્ષ પોતાની ભૂલો અને નિષ્ફળતાઓ છુપાવવા માટે હદ વટાવી રહ્યો છે અને દેશમાં સાંપ્રદાયિક નફરતને પ્રોત્સાહન આપી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે વક્ફ (સુધારા) બિલ પણ એક સમાન ભાગ છે. જો કે આ બિલને ખોટી રીતે મુસ્લિમ ફ્રેન્ડલી ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તે મુસ્લિમોને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. મુજાદ્દિદીએ કહ્યું કે તે ખેદજનક છે કે સરકારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્ય મુસ્લિમ સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી.

AIMPLBના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા અને રાજ્યસભામાં બિલની રજૂઆત બાદ વિરોધ પક્ષોના સાંસદોએ સંપૂર્ણ સમજણ, સંપૂર્ણ તૈયારી અને ઈમાનદારી સાથે બિલનો વિરોધ કર્યો અને મુસ્લિમોનું વલણ વધુ સ્પષ્ટ કર્યું.

  1. વકફ સુધારા બિલ સામે વિરોધ : અમદાવાદમાં પ્રદર્શનકારીઓની અટકાયત, આઠ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન
  2. વક્ફ સંશોધન બિલ પસાર થવા પર PM મોદીએ કહ્યું- અન્યાય અને ભ્રષ્ટાચારના યુગનો અંત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.