ETV Bharat / bharat

પુત્રની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી 'વોન્ટેડ' ઝડપાયો, 12 વર્ષથી હતો ફરાર - BENGALURU POLICE

એક આરોપી 12 વર્ષથી ફરાર હતો. પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી ન હતી. પરંતુ પુત્રના સોશિયલ મીડિયા પ્રત્યેના પ્રેમને કારણે પકડાયો.

મોહમ્મદ ફારૂક ઉર્ફે મોતી
મોહમ્મદ ફારૂક ઉર્ફે મોતી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 1:41 PM IST

બેંગલુરુ: સોશિયલ મીડિયાની લત ક્યારે, કેવી રીતે અને કોના પર છવાઈ જશે તે કહી શકાય નહીં. બેંગલુરુમાં હુમલા કેસનો આરોપી 12 વર્ષથી પોલીસથી દૂર હતો. આરોપીએ પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી ન હતી. પરંતુ, સદભાગ્યે તે તેના પુત્રની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પકડાયો હતો. પુત્રના સોશિયલ મીડિયા પરના પ્રેમથી તેની ઓળખ છતી થઈ જે આરોપી 12 વર્ષથી છુપાવી રહ્યો હતો.

કોણ છે આરોપી: હુમલાના કેસમાં ફરાર આરોપી પુત્રની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. માડીવાલા પોલીસે મોહમ્મદ ફારૂક ઉર્ફે મોતીની ધરપકડ કરી છે. કોર્ટમાંથી વોરંટ ઈશ્યુ થયા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ બીજા લગ્ન કર્યા અને તે ડોડકલ્લાસન્દ્રામાં રહેતો હતો. પોલીસના કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યો ન હતો.

પોલીસે કેવી રીતે પકડ્યો: પોલીસે જણાવ્યું કે, તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મોહમ્મદ ફારૂકનો એક ફોટો જોવા મળ્યો હતો. જ્યારે ઈન્સ્ટાગ્રામ આઈડી અને આઈપી એડ્રેસની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે આઈડી મોહમ્મદ ફારૂકના નામના મોબાઈલ નંબરના આધારે બનાવવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઓનલાઈન ફૂડ ઓર્ડર પણ આ જ નંબર પરથી આવ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે મોહમ્મદ ફારૂકનું સરનામું ટ્રેસ કર્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટના 12 વર્ષ પહેલા બની હતી: 2015માં કોર્ટે ખૂની હુમલાના કેસમાં આરોપી મોહમ્મદ ફારૂક વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. પરંતુ ફારૂક કોર્ટમાં હાજર થયા વગર ફરાર થઈ ગયો હતો. પોલીસે ફારુકની વ્યાપક શોધખોળ કરી, પરંતુ તેણે તેનો મોબાઈલ નંબર અને લોકેશન બદલી નાખ્યું હોવાથી આ આરોપી શોધી શકયો ન હતો જોકે હાલ પુત્રના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીથી પકડાયો છે.

આ પણ વાંચો:

  1. વેલેન્ટાઈન ડે પર દુલ્હન પ્રેમી સાથે ભાગી, ફોન કરીને બોલી- દહેજનો સામાન આપી દેજો નહીંતર....
  2. લગ્નના વરઘોડામાં વરરાજાનું ઘોડા પર જ મોત, LIVE વીડિયો સામે આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.