સુરત: સુરતના હજીરા વિસ્તારના ભટલાઇ ગામમાં રહેતા એક શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષની બાળકી પર 48 વર્ષીય જયમંગલ ઉર્ફે બાબા અબીલાખ પાસવાન નામના નરાધમ આરોપીએ દુષ્કર્મ આચર્યું.
ગત 27 મેની સવારે બાળકીની માતા ઘરકામ માટે અને પિતા કંપનીમાં નોકરીએ ગયા હતા. આરોપીએ બાળકીને પોતાની રૂમમાં લઈ જઈ હાથ બાંધી દીધા હતા. તેણે બાળકીના મોઢામાં કપડું નાખી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ બાળકીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આરોપીએ લોખંડના દસ્તા વડે બાળકીની જમણી આંખની ભ્રમર પર ઈજા પહોંચાડી હતી. બપોરે માતા ઘરે પરત ફરી ત્યારે દિયર અને બાળકી બંને રડતા જોવા મળ્યા હતા. માતાએ આરોપીના ઘરે જઈ ઠપકો આપ્યો હતો, જેના પછી આરોપી ભાગી ગયો હતો.

ઇચ્છાપોર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીને હાલ પટના રેલવે સ્ટેશનથી પકડ્યો હતો. આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી છે.
આરોપી બે દિવસ અગાઉ જ બિહારથી પરત આવ્યો હતો. તે પરિણીત છે અને તેનો પરિવાર બિહારમાં રહે છે. અગાઉ તે હજીરાની એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તે બે હાથ જોડીને માફી માગતો જોવા મળ્યો હતો.

ઇચ્છાપોર પોલીસ મથકના પીઆઈ એ જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીર છે.દુષ્કર્મ આચરી આરોપી ભાગી ગયો હતો.જેને ઝડપવા અલગ અલગ ટીમો બનાવામાં આવી હતી.આરોપીને ઝડપી લીધો છે.કડક સજા થાય એ દિશામાં કામગીરી શરૂ છે.