જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની છે. તેમાંથી બે આજે (12 એપ્રિલ) માર્યા ગયા હતા, જ્યારે ત્રીજો પાકિસ્તાની આતંકવાદી ગઈકાલે એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. જ્યારે સુંદરબનીમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહીમાં એક JCO શહીદ થયા છે.
મળતી માહિતી અનુસાર ગુપ્ત બાતમી મળ્યા બાદ, કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં 9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા આ અભિયાન ચાલાવાઈ રહ્યું છે. સુરક્ષા દળોના આ ઓપરેશનમાં શુક્રવારે એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આજે આ આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Op Chhatru : Update
— White Knight Corps (@Whiteknight_IA) April 12, 2025
In the ongoing operations at #Chhatru, Kishtwar, despite bad and inclement weather, two more Pakistani terrorists have been eliminated. A large quantity of war like stores including One AK and One M4 rifle have been recovered.
Operations are in progress.…
M4 કાર્બાઇન અને AK 47 રાઇફલ જપ્ત
કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે, જેમાં M4 કાર્બાઇન અને AK 47 રાઇફલ જેવા ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે.
બે દિવસના એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર
સેનાએ કહ્યું કે ભારતીય સેનાનું કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં આ આતંકવાદી હુમલામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે.

સેનાનું કહેવું છે કે કિશ્તવાડના દુર્ગમ ભૂપ્રદેશ અને ખરાબ હવામાન છતાં, સૈનિકોનું ઓપરેશન ચટરૂ યથાવત છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાંથી બે આતંકવાદીઓ આજે અને એક ગઈકાલે માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. દરમિયાન, સુરક્ષા દળોનું ઓપરેશન યથાવત છે.

પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને પેરાશૂટનો ઉપયોગ કરીને દુર્ગમ વિસ્તારોમાં ઉતારવામાં આવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે, 9 એપ્રિલે સેનાએ આ આતંકવાદીઓ સામે આ કાર્યવાહી શરૂ કરી હતી. આ માટે પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને આ દુર્ગમ વિસ્તારમાં પેરાશૂટ દ્વારા ઉતારવામાં આવ્યા હતા. ચટરૂ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં ઓપરેશન યથાવત રાખ્યું છે.