ગુજરાત

gujarat

Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, જાણો શું છે આ વિધિનું મહત્ત્વ

By

Published : Jun 4, 2023, 9:27 AM IST

Updated : Jun 4, 2023, 1:02 PM IST

Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, જાણો શું છે આ વિધિનું મહત્ત્વ

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ રથયાત્રાના ભાગરૂપે રવિવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નદી કિનારે ગંગાપૂજન કરીને મંદિરે જળ કળશ હાથી પર મંદિરે પરત ફર્યા હતા.

અમદાવાદઃસવારે 8 વાગ્યે આઠ હાથી, ત્રણ બળદ ગાડા સાથે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 કળશથી સાબરમતી નદીના કાંઠે પાણી ભરી લાવવામાં આવ્યા હતા. મંદિરે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આજ (રવિવારથી) સાંજથી ભગવાન 15 દિવસ માટે મોસાળ જશે. આ જળયાત્રામાં ગંગાપૂજન કરવામાં આવ્યું હતું.

નવા રથ તૈયારઃઆ વર્ષે પ્રભુ જગન્નાથ નવા રથમાં બેસીને નગરચર્યા કરવા માટે નીકળશે. રથમાં કલરકામથી લઈને ડેકોરેશન સુધીની તૈયારીઓ થઈ ચૂકી છે. આ વખતે જગન્નાથપુરીની રથયાત્રા જેવી જ અનુભૂતિ અમદાવાદમાં થવાની છે. પોલીસ સુરક્ષા સાથે જગન્નાથ યાત્રા નીકળશે. ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા આગામી તારીખ 20 જૂનના રોજ અમદાવાદ શહેરમાં નીકળશે. ભગવાન જગન્નાથ મંદિરની જેમ જ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી મંદિરના શિખર ઉપર કળશ લગાવવામાં આવે છે. તેવી જ રીતે ભગવાન જગન્નાથના રથ પર પણ કળશનું લગાવવામાં આવશે.

નવા રથમાં નીકળશે યાત્રાઃ અંદાજિત 74 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને શહેરમાં નીકળશે. ત્યારે નવા રથનું રિહર્સલ કરી તમામ કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથના રથ પર પંચાતુના નવા કળશ પણ લગાવવામાં આવશે.આ કળશનું ખૂબ જ મહત્વ માનવામાં આવી રહ્યું છે. 15 કિલોનો એક કળશ છે. સમગ્ર ભારતમાં જગન્નાથપુરી અને અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરના શિખર પર સુદર્શન ચક્ર કળશ છે.

જગન્નાથપુરીમાં પણ થાય છે જળયાત્રાઃ જે રીતે મંદિરનો આકાર હોય છે તે જ પ્રમાણે ભગવાન જગન્નાથના રથનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી રથ પર પણ કળશ ચડાવવામાં આવે છે. નવા રથ પર ભગવાન જગન્નાથના સહિતના ત્રણેય રથ પર જગન્નાથપુરીમાં જે પ્રકારે કળશ હોય છે. તે પ્રકારે આ વખતે અમદાવાદના જગન્નાથજીના રથ પર કળશ મૂકવામાં આવશે. આ કળશને પંચ ધાતુના બનાવવામાં આવ્યા છે. તેમજ આ એક કળશનું વજન અંદાજે 15 કિલોથી પણ વધારે છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે, વર્ષમાં એક જ વાર ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે, ગજવેશમાં ભગવાન પાસે કોઈપણ મનોકામના મૂકવામાં આવે તે અચૂક પૂર્ણ થાય છે.

  1. Ahmedabad Rathyatra: દેશમાં પહેલીવાર રથયાત્રામાં AIનો થશે ઉપયોગ, ભીડ કાઉન્ટ કરીને વોર્નિંગ આપશે
  2. Rathyatra 2023: રથયાત્રામાં પહેલીવાર થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ, સાયબર સેફ મિશન અંતર્ગત થયા MOU
  3. જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો
Last Updated :Jun 4, 2023, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details