પારસી સમાજની 'યાસના વિધિ' અંગે ઉદવાડા ઈરાનશા ઉત્સવમાં 4D ટીઝર દર્શાવાયું

author img

By

Published : Dec 29, 2019, 4:21 AM IST

વલસાડ, ઉદવાડા,  'યાસના વિધિ'

વલસાડ: પોતાની મીઠી વાણી અને વિનોદી સ્વભાવ માટે જાણીતા પારસી સમાજમાં અનેક ધાર્મિક વિધિઓ આવેલી છે અને આ ધાર્મિક વિધિઓ પૈકીની એક વિધિ એટલે "યાસના" જે સમય જતા ધીરે ધીરે વિસરાઇ રહી છે. જેને ટકાવી રાખવા માટે સ્કૂલ ઓફ ઓરિયન્ટલ આફ્રિકન સ્ટડીઝ યુનિવર્સિટી લન્ડનના વિદ્યાર્થીઓ અને શ્વાસ યુનિવર્સિટી દ્વારા મલ્ટીમીડિયા યાસના પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં ચાર કલાકની સેરેમનીને રેકોર્ડ કરી સાડા ચાર મિનિટનું ટીઝર 4Dમાં દર્શાવવામાં આવી રહ્યું છે.

પારસી સમાજમાં હવે આ વિધિ ઉદવાડા, નવસારી અને મુંબઈમાં કેટલાક સ્થળોએ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ સમય જતા વિસરાઇ ચૂકી છે. ખરેખર આ વિધિનું મહત્વ કેટલું છે અને ધાર્મિક રીતે તે લોકો માટે કેટલી પવિત્ર છે તે અંગેની સમગ્ર જાણકારી આપવા માટે ઉદવાડામાં યોજાયેલા ત્રણ દિવસીય ઈરાનસા ઉત્સવમાં વર્ચ્યુઅલ ગોગલ્સના માધ્યમથી યાસના સેરેમની અંગેનુ સાડા ચાર મિનિટનુ ફોર ડી (4D) ટીઝર દર્શાવવામાં આવ્યું છે.

પારસી સમાજની 'યાસના વિધિ' અંગે ઉદવાડા ઈરાનશા ઉત્સવમાં 4D ટીઝર દર્શાવાયું
વલસાડ, ઉદવાડા,  'યાસના વિધિ'
ઉદવાડા ઈરાનશા ઉત્સવનું આયોજન

ટીઝર જોનારાને એમ જ લાગે છે કે જાણે તેઓ પ્રત્યક્ષરૂપે વિધિમાં ઉપસ્થિત છે. ઉદવાડા ઉત્સવની મુલાકાતે આવેલા બે મહિલા પ્રવાસીઓએ જણાવ્યું કે આ વિધિની સમગ્ર જાણકારી યુવા વર્ગ માટે ખૂબ જ મહત્વની છે. ઉદવાડામાં પ્રથમવાર 4D ફિલ્મ દ્વારા જે રજૂઆત કરવામાં આવી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

પારસી સમાજની 'યાસના વિધિ' અંગે ઉદવાડા ઈરાનસા ઉત્સવમાં 4D ટીઝર દર્શાવાયું
વલસાડ, ઉદવાડા,  'યાસના વિધિ'
પારસી સમાજની 'યાસના વિધિ' અંગે ઉદવાડા ઈરાનસા ઉત્સવમાં 4D ટીઝર દર્શાવાયું
વલસાડ, ઉદવાડા,  'યાસના વિધિ'
પારસી સમાજની 'યાસના વિધિ' અંગે ઉદવાડા ઈરાનસા ઉત્સવમાં 4D ટીઝર દર્શાવાયું

નોંધનીય છે કે આ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ ઓરિયન્ટલ આફ્રિકન સ્ટડીઝ, લંડન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કે જેઓ પીએચડી માટે સંશોધન કરી રહ્યા છે તેમના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે.

Intro:પોતાની મીઠી વાણી અને વિનોદી સ્વભાવ માટે જાણીતા પારસી સમાજમાં અનેક ધાર્મિક વિધિઓ આવેલી છે અને આ ધાર્મિક વિધિઓ પૈકીની એક વિધિ એટલે "યાસના" જે સમય જતા ધીરે ધીરે વિસરાતી જતી રહી છે જેને ટકાવી રાખવા માટે મલ્ટીમીડિયા યસ ના પ્રોજેક્ટ સ્કૂલ ઓફ ઓરિએન્ટલ આફ્રિકન સ્ટડીઝ યુનિવર્સિટી લન્ડન ના વિદ્યાર્થીઓ દ્વારા શ્વાસ યુનિવર્સિટી દ્વારા અમલમાં મુકાયો છે અને તે પૈકીનો એક પ્રોજેક્ટ છે મલ્ટીમીડિયા યાસના જેમાં ચાર કલાકની સેરેમનીને રેકોર્ડ કરી સાડા ચાર મિનિટ નું ટીઝર ફોર ડી (4D) દર્શાવવામાં આવી રહ્યું છે


Body:વિનોદી સ્વભાવના પારસી સમાજમાં અનેક ધાર્મિક વિધિઓ આવેલી છે જેમાં મહત્વની કહી શકાય એવી કોઈના મૃત્યુબાદ આત્માને શાંતિ માટે યસ ના વિધિ કરવામાં આવે છે પરંતુ પારસી સમાજમાં હવે આ વિધિ ઉદવાડા અને નવસારી અને મુંબઈમાં કેટલાક સ્થળોએ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ આવી ધીમે ધીમે સમય જતા વિસરાય ચૂકી છે ખરેખર આ વિધિનું મહત્ત્વ કેટલું છે અને ધાર્મિક રીતે તે લોકો માટે કેટલી પવિત્ર છે તે અંગેની સમગ્ર જાણકારી આપવા માટે ઉડવામાં યોજાઈ રહેલા ત્રણ દિવસીય ઈરાન સા મહોત્સવમાં વર્ચુઅલ ગોગલ્સ ના માધ્યમથી યાસના સેરેમની અંગે ની ફોર ડી (4D) સાડા ચાર મિનિટ ની ફિલ્મ દર્શવવા ના આવી રહી છે એ જોનારા ને એમ જ લાગે કે જાણે તેઓ પ્રત્યક્ષ રૂપે વિધિમાં ઉપસ્થિત છે તેનું મહત્વ શુ છે એ તમામ વિગતો તેમાં દર્શાવવામાં આવી છે ઉદવાડા મહોત્સવ ની મુલાકાતે આવેલા બે મહિલા પ્રવાસીઓએ જણાવ્યું કે પારસી સમાજમાં આવી તે ખૂબ જ મહત્વની છે અને ઉદવાડામાં પ્રથમવાર 4Dફિલ્મ દ્વારા જે રજુઆત કરવામાં આવી રહી છે તે માહિતી આજના યુવા વર્ગ માટે ખૂબ જ મહત્વની છે અને પારસી સમાજ માટે પણ મહત્વની છે


Conclusion:નોંધનીય છે કે આ પ્રોજેક્ટ school of orientation આફ્રિકન સ્ટડીઝ યુનિવર્સિટી લન્ડન ના વિદ્યાર્થીઓ દ્વારા જેવું પીએચડી માટે સંશોધન કરી રહ્યા છે તેમના દ્વારા મલ્ટીમીડિયા યસ ના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે

સ્કૂલ ઓફ ઓરિએન્ટલ આફ્રિકન સ્ટડીઝ યુનિવર્સિટી લન્ડન ના વિદ્યાર્થી રુસઝબે હોડીવાલા જણાવ્યું કે પારસી સમાજ માં આફ્ટર ડેથ જે સેરેમની યાસના સેરેમની તરીકે જાણીતી છે તે મુંબઈ ઉદવાડા નવસારી ને બાદ કરતાં કેટલાક વિસ્તારમાં તો લુપ્ત જ થઈ ચૂકી છે જોકે ફોર ડી ફિલ્મ દ્વારા તેને બચાવવા અને લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે અને સંશોધન ની સાથે સાથે ઉદવાડા મહોત્સવ માં પ્રથમવાર આ પ્રોજેક્ટ લોકો સમક્ષ મુકવામાં આવ્યો છે

બાઈટ 1 રૂઝબે હોડીવાલા (સ્કૂલ ઓફ ઓરિયન્ટલ આફ્રિકન સ્ટડી યુનિ. વિધાર્થી)

બાઈટ 2 સિરિન મોટા (મુલાકાતી ઉદવાડા ઉત્સવ)

બાઈટ 3 નવાઝ માર્કર (મુલાકાતી ઉદવાડા ઉત્સવ)

નોંધ:- વોઇસ ઓવર સાથે વીડિયો છે પ્લીઝ ચેક કરી લેવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.