ETV Bharat / state

ભરૂચમાં અપશબ્દ બોલવા બાબતે પાડોશીએ પાડોશીનો જીવ લીધો

author img

By

Published : Oct 7, 2019, 8:39 PM IST

ભરૂચ: આમોદનાં માંડવા ફળિયા વિસ્તારમાં રહેતા વિનોદ રાઠોડે પોતાના ઘરની સામે રહેતા મનુ રાઠોડને આવેશમાં આવી જઈ હથિયારનાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ મનુનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસે હત્યારા મનુ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ

ભરૂચનાં આમોદ ખાતે બે પાડોશીઓ વચ્ચેની ઉગ્ર તકરારમાં તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોત નીપજાવવાની ઘટના સામે આવી છે. આમોદનાં માંડવા ફળિયા વિસ્તારમાં રહેતા વિનોદ ઉકડ રાઠોડે પોતાના ઘરની સામે રહેતા મનુ રાઠોડની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

ભરૂચનાં આમોદમાં સામાન્ય બોલાચાલીમાં તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી એક વ્યક્તિની હત્યા

ગાળ બોલવા જેવી નાની બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મારામારીમાં વિનોદ રાઠોડે તેના પાડોશી મનુને તીક્ષ્ણ હથિયારનાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલ મનુનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ તરફ પોલીસે ગણતરીના સમયમાં ગામમાંથી જ હત્યારા મનુ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:આમોદમાં સામાન્ય બોલાચાલીમાં તિક્ષણ હથિયારના ઘા મારી એક વ્યક્તિની હત્યા

-આરોપીની ગણતરીના સમયમાં પોલીસે કરી ધરપકડ
Body:ભરૂચના આમોદ ખાતે સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિને તિક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ તરફ પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેConclusion:અમોદના માંડવા ફળિયા વિસ્તારમા રહેતા વિનોદ ઉકડ રાઠોડે પોતાના ઘરની સામે રહેતા મનુ રાઠોડ ની તિક્ષ્ણ હથીયાર વડે હત્યા કરી હતી. ગાળ બોલવા જેવી નાની બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મારામારીમાં વિનોદ રાઠોડે તેના પાડોશી મનુને તિક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલ મનુનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.તો આરોપી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતા જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ તરફ પોલીસે ગણતરીના સમયમાં ગામમાંથી જ હત્યારા મનુ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાઈટ
એ.જી.ગોહિલ-ડી.વાય.એસ.પી.જંબુસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.