ETV Bharat / state

1થી ૩૧ ડિસેમ્બર સુધી દાંતાથી અંબાજી જવાના માર્ગ પર વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવશે

author img

By

Published : Nov 29, 2019, 12:41 AM IST

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટના વળાંકો અતિ જોખમી છે. આ માર્ગ પર અવારનવાર થતા અકસ્માતોમાં લોકોને જાન પણ ગુમાવવા પડ્યા છે. ત્યારે આ અકસ્માત ઝોનમાંથી લોકોને મુક્તિ મળે તે માટે હાલ દાંતા-અંબાજી માર્ગને ચાર માર્ગીય બનાવવાની અને રસ્તો પહોળો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

બનાસકાંઠા, યાત્રાધામ અંબાજી
પહેલીથી ૩૧ ડિસેમ્બર સુધી દાંતાથી અંબાજી જવાના માર્ગ પર વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવશે

આ ત્રિશુળીયા ઘાટ પર ૧૮ જેટલા જોખમી વળાંકો છે જેને ઓછા કરવા પહાડો કાપવા માટેની અનેક મશીનરીઓ કામ કરી રહી છે. આ કામગીરીમાં હાલનો વાહન વ્યવહાર અડચણરૂપ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેને લઇ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પહેલી ડિસેમ્બરથી દાંતાથી અંબાજી જવાના માર્ગ પર વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે, જે ૩૧ ડિસેમ્બર સુધી યથાવત રહેશે.

પહેલીથી ૩૧ ડિસેમ્બર સુધી દાંતાથી અંબાજી જવાના માર્ગ પર વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવશે

આ રસ્તો બંધ કરાતા પાલનપુરથી આવતા વાહનોને વાયા ચિત્રાસણી અને વિરમપુર થઈને અંબાજી પહોંચવાનું રહેશે જ્યારે વિસનગરથી વાયા દાંતા થઈને અંબાજી આવતા વાહનોએ વાયા હડાદ થઈને અંબાજી આવવાનું રહેશે.જોકે આ સમગ્ર પ્રક્રિયાને લઇ એસ.ટી વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચશે. તેમજ એસ.ટી વાયા હડાદ થઈ દાંતા જશે જેમાં 25 કિલોમીટર સુધીનો વધારો થશે જેને લઇ હાલ તબક્કે એસ.ટી.ના ભાડામાં કોઈ વધારો કરાયો નથી પણ જો એસટી નિગમ ઈચ્છે તો વધારો થવાની પણ શક્યતા સેવાઇ રહી છે અને જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો એસટી નિગમને પણ મોટી ખોટનો સામનો કરવો પડશે તેમ અંબાજી ડેપો મેનેજરે જણાવ્યું હતું.

Intro:



Gj_ abj_01_ RASTO_BANDH _AVBB_7201256
LOKESAN---AMBAJI


         








Body: ચિરાગ અગ્રવાલ

યાત્રાધામ અંબાજી નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટા ના વળાંકો અતિ જોખમી બન્યા છે ને અવારનવાર અકસ્માતો માં મોટી સંખ્યામાં લોકોના જાનપણ ગુમાવા પડ્યા છે જોકે આ બાબત ને લઈ સરકાર ચિંતિત બની છે ને આ અકસ્માત ઝોનમાં થી લોકોને મુક્તિ મળે લોકો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે હાલ દાંતા- અંબાજી માર્ગ ને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જ્યાં વારંવાર અકસ્માત સર્જાતા લોકો મોતને ભેટતા હોય છે ત્યાં રસ્તો પહોળો કરવાની કામગીરી પૂરજોશમાં માં ચાલી રહી છે ને આ ત્રિશુળીયા ઘાટા ૧૮ જેટલા જોખમી વળાંકો છેને જે વળાંકો ઓછા કરવા રસ્તાની પાસ ના પહાડો પણ કાપવા અનેક મશીનરી કામ કરી રહી છે જોકે ઊંચા પહાડો કાપતા અનેક પથ્થરો રગડીને રોડ ઉપર આવતા હોય છે જ્યાં અકસ્માત નો પણ મોટો ભય સેવાઈ રહ્યો છે જોકે આ કામગીરીમાં હાલનો વાહન વ્યવહાર અડચણ રૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેને લઇ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ ત્રિશુળીયા ઘાટા નો રસ્તો પહોળો કરવાની કામગીરી ઝડપથી થાય તેને લઇ આગામી પહેલી ડિસેમ્બરથી દાંતા થી અંબાજી જવાના માર્ગ પર વાહન વ્યવહારમાટે રસ્તો બંધ કરવા માટેનો જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે જે ૩૧ ડિસેમ્બર સુધી યથાવત રહેશે તે દરમિયાન આ ત્રિશુળીયા ઘાટા ની કામગીરી ઝડપ થી પુરી કરવા કોન્ટ્રાક્ટરોની તાકીદ કરાઈ છે આ રસ્તો બંધ કરાતા પાલનપુર થી આવતા વાહનોને વાયા ચિત્રાસણી અને વિરમપુર થઈને અંબાજી પહોંચવાનું રહેશે જ્યારે વિસનગર થી વાયા દાંતા થઈને અંબાજી આવતા વાહનોએ વાયા હડાદ થઈને અંબાજી આવવાનું રહેશે જોકે આ સમગ્ર પ્રક્રિયાને લઇ એસ.ટી વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચશે ને એસ.ટી વાયા હડાદ થઈ દાંતા જસે જેમાં 25 કિલોમીટર સુધીનો વધારો થશે જેને લઇ હાલ તબક્કે એસ.ટી.ના ભાડા માં કોઈ વધારો કરાયો નથી પણ જો એસટી નિગમ ઈચ્છે તો વધારો થવાની પણ શક્યતા સેવાઇ રહી છે અને જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો એસટી નિગમને પણ મોટી ખોટનો સામનો કરવો પડશે તેમ અંબાજી ડેપો મેનેજરે જણાવ્યું હતું
બાઈટ 01 રાહુલ પુરોહીત ( રોડ કોન્ટ્રાકટર, સુપરવાઈઝર) અંબાજી
બાઈટ 02 કલ્પેશ પટેલ ( મેનેજર.એસટી ડેપો ) અંબાજી

Conclusion:
ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.