ETV Bharat / state

કમોસમી વરસાદને પગલે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

author img

By

Published : Nov 30, 2019, 2:07 AM IST

બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની વિપરીત અસર શાકભાજીના ભાવ પર થઈ રહી છે. હાલમાં ડુંગળીના ભાવો 100ની આસપાસ પહોંચી રહ્યા છે. ત્યારે અન્ય શાકભાજી પણ મોંઘી બની રહી છે. ફુલાવર, કોબીજ, દૂધી, રીંગણ, મરચા જેવા શાકભાજી 30 થી 35 રૂપિયે કિલો, જ્યારે સિઝનેબલ શાકભાજી જેવી કે પાલક, મેથી, લીલા ધાણા સાથે ટમેટા 15 થી 20 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. જોકે આ તમામ શાકભાજીના ભાવમાં ડુંગળીએ ઉચ્ચસ્થાન મેળવ્યું હોય તેમ સૌથી મોંઘી એટલે કે 65 થી 70 રૂપિયે કિલો વેચાઈ રહી છે.

બનાસકાંઠા, અંબાજી
કમોસમી વરસાદને પગલે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને, જો કે અંબાજીમાં એકંદરે સસ્તી

જો કે અંબાજી વિસ્તારમાં આવતી શાકભાજી મોટાભાગે રાજસ્થાન તરફથી આવે છે, જેમાં ગુજરાતના બજાર કરતા રાજસ્થાનના બજારમાં કીલોદીઠ 5 રૂપિયાનો ભાવનો ફરક પડે છે. એટલુંં જ નહિ ગુજરાતના બજાર 50 કિલોમીટર અને રાજસ્થાનના 20 કિલોમીટર દૂર પડતા હોવાથી ગુજરાતનું ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જાય છે. અંબાજીમાં રોજિંદા 3 થી 4 હજાર કિલો વિવિધ શાકભાજી રાજસ્થાનથી લાવવામાં આવે છે. ઉપરાંત અંબાજી આવતા યાત્રિકો પણ શાકભાજી સસ્તી સમજી અંબાજીથી લઇ જવાનું પસંદ કરતાં હોય છે. અંબાજી વિસ્તારમાં રાજસ્થાન સિવાય આસપાસના ગામડામાં પાકતી શાકભાજી પણ આ વિસ્તારના આદિવાસી લોકો વેચવા આવતા હોય છે તેનો પણ સીધો લાભ ગ્રાહકોને મળતો હોય છે.

કમોસમી વરસાદને પગલે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને, જો કે અંબાજીમાં એકંદરે સસ્તી
Intro:



Gj_ abj_01_ SASTI SHAKBHAJI _AVBB_7201256
LOKESAN---AMBAJI

         









Body: ચિરાગ અગ્રવાલ

હાલ માં કમોસમી વરસાદ સાથે શરૂઆત ના શિયાળા ની મૌસમ ચાલી રહી છે તેની વિપરીત અસર શાકભાજી ના ભાવો ઉપર થઈ રહી છે ને શાકબાજી ના ભાવો આસમાન તરફ પગરણ માંડ્યા છે ....

હાલ માં ડુંગળી ના ભાવો 100 ની આસપાસ પહોંચી રહ્યા છે ત્યારે અન્ય શાકભાજી પણ મોંઘી બની રહી છે પણ અંબાજી પંથક ના બજારો માં શાકભાજી અન્ય મોટા સેન્ટર કરતા સસ્તા વેચાઈ રહ્યા છે અંબાજી વિસ્તાર માં આવતી શાકભાજી મોટાભાગે રાજસ્થાન તરફ થી આવે છે જેમાં ફુલાવર,પત્તાગોબી, દૂધી,રીંગણ,મરચા જેવા શાકભાજી 30 થી 35 રૂપિયા કિલો, જ્યારે લીલા પત્તા વાળી સિઝનેબલ પાલક, મેથી, લીલાધાણા સાથે ટામાટર 15 થી 20 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જોકે આ તમામ શાકભાજી માં ડુંગળી એ ઉચ્ચસ્થાન મેળવી હોય તેમ સૌથી મોંઘી 65 થી70 રૂપીયે કિલો વેચાઈ રહી છે
જોકે મહત્તમ શાકભાજી રાજસ્થાન તરફ થી અંબાજી આવે છે ને ગુજરાત ની શાક મંડી કરતા રાજસ્થાન માં કીલોદીઠ 5 રૂપિયા ઉપરાંત નો ભાવ ફરક પડે છે એટલુંજ નહિ ગુજરાત ની મંડી 50 કિલોમીટર ને રાજસ્થાન માં 20 કિલોમીટર દૂર પડતી હોવાથી ગુજરાત નું ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જતો હોવાથી અંબાજી માં રોજિંદા 3 થી 4 હજાર કિલો વિવધ શાકભાજી રાજસ્થાન થી લેવામાં આવે છે અંબાજી આવતા યાત્રિકો પણ શાકભાજી સસ્તી સમજી અંબાજી થી લઇ જવાનું પસંદ કરતાં હોય છે ત્યારે ગૃહિણીઓ પણ અંબાજી વિસ્તાર માં શાકભાજી ના ભાવો ને લઈ હાલ સંતોષ માની રહી છે ને મોટા શહેરો માં કોલ્ડ સ્ટોરેજ ના શાકભાજી આવતા હોય છે ત્યારે અંબાજી માં રાજસ્થાન સહિત આસપાસ ના ગામડાં માંથી તાજી શાકભાજી મળી રહે છે...... અંબાજી વિસ્તાર માં રાજસ્થાન સિવાય આસપાસ ના ગામડા માં પાકતી શાકભાજી પણ આ વિસ્તાર ના આદિવાસી લોકો વેંચવા આવતા હોય છે તેનો પણ સીધો લાભ ગ્રાહકો ને મળતો હોય છે
બાઈટ- 01 કનુભાઈ ચૌધરી (શાકભાજી ના વેપારી) અંબાજી
બાઈટ-02 સુરેખાબેન પટેલ(ગૃહિણી) અંબાજી


Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.