વાંસદાથી અમિત શાહની જનસભા LIVE - AMIT SHAH LIVE

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 1:02 PM IST

Updated : May 4, 2024, 3:57 PM IST

thumbnail

ડાંગ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ડાંગ જિલ્લાના વાંસદામાં સભા સંબોધી રહ્યાં છે. આગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના રોજ ગજરાતમાં ત્રીજા તબક્કાનુ મતદાન થવાનુ છે. આ ચૂટણીના સમયમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. હવે જ્યારે મતદાનને માત્ર ત્રણ દિવસ બાકી રહી ગયા છે ત્યારે તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. મોટી મોટી સભાઓ ગજવીને નેતાઓ જનતા સમક્ષ મતની માંગણી કરી રહ્યા છે. અને એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે અને જનતાને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દિગ્ગજ નેતાઓનો સભા યોજવાનો સિલસિલો યથાવહ છે. ત્યારે આ શ્રેણીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ 11:30 વાગ્યે છોટાઉદેપુરના બોડેલી ખાતે વિજય સંકલ્પ સભા યોજશે. તેઓ છોટાઉદેપરના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા માટે પ્રચંડ પ્રચાર કરશે અને જનતાને જશુભાઈ રાઠવાને મત આપવા અપિલ કરશે.

Last Updated : May 4, 2024, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.