ETV Bharat / state

મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા ગયેલા બે સગીર અને એક યુવાન ડૂબ્યા - Morbi Machhu River incident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 2:05 PM IST

Updated : May 16, 2024, 3:56 PM IST

મચ્છુ નદીમાં ગઈકાલે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં ન્હાવા ગયેલા ૨ સગીર અને એક યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા પ્રથમ એક તરુણ અને બાદમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. Morbi Machhu River incident

મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા ગયેલા બે સગીર અને એક યુવાન ડૂબ્યા
મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા ગયેલા બે સગીર અને એક યુવાન ડૂબ્યા (Etv Bharat gujarat)

મોરબી: શહેરની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણ પૈકી બેના મૃતદેહ મળી આવ્યા, એનડીઆરએફ-એસડીઆરએફ ટીમ રેસ્ક્યુમાં જોડાઈ છે. મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે ગઈકાલે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં ન્હાવા ગયેલા ૨ સગીર અને એક યુવાન ડૂબ્યા ગયેલા ૨ સગીર અને એક યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા પ્રથમ એક તરુણ અને બાદમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

સાત લોકો નદીમાં નહાવા માટે ગયા: મચ્છુ 3 ડેમ પાસે નદીમાં છ તરુણ સહીત એક યુવાન ન્હાવા માટે ગયા હોય અને બાદમાં એક તરુણ ડૂબવા લાગતા તેને બચાવવા માટે ગયેલા એક યુવાન અને એક તરુણ એમ ત્રણ લોકો ડૂબી હતા, તો ધટનાની જાણ થતા જ મોરબી ફાયર, પોલીસ અને મામલતદાર અને આરોગ્ય વિભાગ સહિતની ટીમ દોડી આવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

રાત્રીના રાજકોટ ફાયરની ટીમને પણ રવાના કરવામાં આવતા રાજકોટ ફાયરની ટીમ તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે શોધખોળ આદરી હતી. દુર્ધટનામાં ભંખોડીયા આર્યન ભરતભાઈ (16 વર્ષ), ભંખોડીયા જય ગૌતમભાઈ (16 વર્ષ), ભંખોડીયા પ્રીતમ અસ્વીનભાઈ (17 વર્ષ) અને બોચીયા જૈમિન ખીમજીભાઈ (16 વર્ષ) તેમની સાથે નાહવા ગયા હતા જે ચાર સગીરનો બચાવ થયો હતો અને બેના મૃતદેહ મળી આવ્યા.

પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ) અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) એમ એક યુવાન અને બે સગીર પાણીમાં ડૂબ્યા હતા. બંને ફાયરની ટીમની શોધખોળ દરમિયાન ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (ઉ.૧૭) અને પરમાર ચિરાગ તેજાભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આંક્રંદ જોવા મળ્યું હતું.

  1. ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, વાવાઝોડા જેવો દૃશ્યો સર્જાતા અફરા-તફરી મચી - UNSEASONAL RAIN WITH HEAVY WIND
  2. ઘાટકોપર હોર્ડિંગ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16 થયો, કારમાંથી પત્ની સહિત વરિષ્ઠ અધિકારીની લાશ મળી - Ghatkopar accident update
Last Updated :May 16, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.