ETV Bharat / state

90 વર્ષના વૃદ્ધ મત આપવા પહોંચ્યા અને ખબર પડી કે તેમનો મત તો અપાઈ ચૂક્યો છે. - lok Sabha election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 9:58 PM IST

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાયું. લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. ત્યારે અમદાવાદમાં ઘાટલોડિયા 41 મત વિસ્તારમાં એક વૃદ્ધ જ્યારે મતદાન આપવા પહોંચ્યા અને ખબર પડી કે તેઓ તો પહેલાથી જ મત આપી ચૂક્યા છે. જાણો આવું કેમ બન્યું ? lok Sabha election 2024

90 વર્ષના વૃદ્ધ મતદારને મતદાન માટે ધરમનો ધક્કો
90 વર્ષના વૃદ્ધ મતદારને મતદાન માટે ધરમનો ધક્કો (Etv Bharat Gujarat)

90 વર્ષના વૃદ્ધ મતદારને મતદાન માટે ધરમનો ધક્કો (Etv Bharat Guajrat)

અમદાવાદ: અમદાવાદમાં રહેતા અક વૃદ્ધ મતદાર કે જેમનું નામ શકરચંદ શાહ છે. તેઓ સાંભળી શકતા નથી. તેમના દીકરા કનૈયાલાલ શાહે જણાવ્યું કે BLO અમારા ઘરે આવ્યા હતા અને જણાવ્યું કે દાદાને પોસ્ટલ બેલેટથી મતદાન કરવું હોય તો ફોર્મ ભરો. અમે ફોર્મ ભર્યું અને અચાનક આખી ટીમ આવી અને ત્યારે દાદા મારા મોટાભાઈને ઘરે હતા. એમનું એડ્રેસ અને નંબર માંગ્યો મેં બંને વસ્તુ આપી પણ તેઓ પછી ન મોટા ભાઈને ઘરે ગયાં જ્યાં દાદા હતા. દાદા અમારા ઘરે આવી ગયા બાદ પણ અધિકારીઓ અમારા ઘરે આવ્યા નથી. આજે જ્યારે અમે દાદા કે જેમનું નામ શકરચંદ શાહ છે. એમને લઈને વોટિંગ કરવા માટે આવ્યા ત્યારે અહીં મતદાન યાદીમાં એમનો સ્ટેમ્પ મારી દીધેલો છે કે એમનું મતદાન થઈ ચૂક્યું છે. 90 વર્ષના દાદાને પરાણે અહીં લાવ્યા અને હવે વગર મતદાન કરીએ અમે પાછા લઈ જઈએ છીએ.

ઉલ્લેખનીય છે. મતદાન વખતે જ્યારે સરકાર દ્વારા દિવ્યાંગો અને સિનિયર સિટિઝનો માટે વિવિધ સવલતો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે આ પ્રકારની બેદરકારી કે જેમાં એક વૃદ્ધ અમદાવાદની 43 ડિગ્રી ગરમીમાં મતદાન મથકે જઈને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકતો નથી. ત્યારે સવાલ જરૂરથી થાય છે કે આ પ્રકારની બેદરકારી માટે જવાબદાર કોણ ?

  1. દાહોદના પ્રથમપુર ગામે બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ, ડો. પ્રભાબેન તાવિયાડે નોંધાવી ફરિયાદ - Loksabha Election 2024
  2. નિમુબેને ઓછા મતદાન અને 4 જૂન સુધીના આયોજન સંદર્ભે શું કહ્યું? જાણો વિગતવાર - Loksabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.