ETV Bharat / state

અબ કી બાર 400 પાર નહી, અબ કી બાર ભાજપની હાર : ગોપાલ રાય - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 6:20 PM IST

દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય
દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના ચૂંટણી પ્રચારમાં દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય જોડાયા હતા. આ તકે ગોપાલ રાયે વિવિધ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જુઓ શું કહ્યું....

અબ કી બાર 400 પાર નહી, અબ કી બાર ભાજપની હાર : ગોપાલ રાય

ભરૂચ : ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ભરૂચમાં ચૈતર વસાવા માટે પ્રચાર કરવા આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ દિલ્હીના કેન્દ્રીય પ્રધાન અને આપ નેતા ગોપાલ રાય ભરૂચ પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની વાલીયા, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા અને નેત્રંગ જેવા વિસ્તારોમાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમના માટે વોટ માંગવા આમ આદમી પાર્ટી દિલ્હીના કેબિનેટ પ્રધાન ગોપાલ રાય ભરૂચ આવ્યા હતા. અહીં તેઓ ચૈતર વસાવાના ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.

ઝઘડિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ રાયે નિવેદન આપતા ભાજપની સરકાર અને ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગોપાલ રાયે કહ્યું કે, આ લોકસભાની ચૂંટણી બે હિસ્સાઓમાં વહેંચાઈ ગઈ છે. ભાજપ સંવિધાનને ખતમ કરવાનું કામ કરી છે અને બીજી તરફ દેશના આદિવાસી, યુવાનો અને દેશની અન્ય પાર્ટીઓ સંવિધાનને બચાવવા માટે એક થઈ છે.

લોકસભાની ચૂંટણી 2 જૂથમાં લડાઇ રહી છે. એક તરફ જનતા છે, બીજી તરફ ભાજપ છે. ભાજપ સરકાર 400 પાર સીટોની વાતોથી લોકોને ભ્રમિત કરી તાનાશાહી લાવવા માંગે છે. 2 તબક્કાના મતદાનમાં જે સામે આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે લોકો તાનાશાહી ખતમ કરી સંવિધાન બચાવવા મતદાન કરી રહ્યા છે.

ગોપાલ રાયે કર્ણાટકના સાંસદ " પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલ વિવાદ " વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભાજપ ભ્રષ્ટાચારીઓનો પ્રચાર કરે છે" અને દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં બંધ કરી દે છે. ભાજપના કાંડ બહાર આવી રહ્યા છે અને જો ફરી તે જીતશે તો આ બધા કાંડ દબાવી નાખશે.

  1. ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલની જેલનો જવાબ વોટથી આપજો, અંકલેશ્વરની રેલીમાં બોલ્યા આપ સાંસદ સંજય સિંહ
  2. ચૈતર વસાવાનો ભરૂચમાં રોડ શો, ભાજપ અને મોદી સરકાર પર કર્યા આકરા વાકપ્રહાર - Loksabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.