ETV Bharat / international

શીખ અલગતાવાદી નિજ્જર હત્યાકાંડના આરોપમાં 3 ભારતીય નાગરિકો પ્રથમ વખત કોર્ટમાં હાજર થયા - nijjar killing

author img

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 10:47 AM IST

કમલપ્રીત સિંઘ 22, કરણ બ્રાર, 22 અને કરણપ્રીત સિંઘ, 28, જેમના પર ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે તેઓ વિડિયો લિંક દ્વારા કોર્ટમાં હાજર થયા ત્યારે તેઓ લાલ જેલનો પોશાક પહેરેલ હતો અને તેઓ અંગ્રેજી બોલતા હતા.nijjar killing

નિજ્જર હત્યાકાંડના આરોપમાં 3 ભારતીય નાગરિકો પ્રથમ વખત કોર્ટમાં હાજર થયા
નિજ્જર હત્યાકાંડના આરોપમાં 3 ભારતીય નાગરિકો પ્રથમ વખત કોર્ટમાં હાજર થયા (Etv Bharat gujarat desk)

સરે, બ્રિટિશ કોલમ્બિયા: કેનેડિયન શીખ અલગતાવાદી નેતા નિજ્જરસિંહની જૂનમાં હત્યાના આરોપમાં ત્રણ વ્યક્તિ મંગળવારે પ્રથમ વખત કોર્ટમાં થોડા સમય માટે હાજર થયા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, ભારતીય સંડોવણીના " વિશ્વસનીય આરોપો " છે. તે પછી અગ્રણી કાર્યકરની હત્યા રાજદ્વારી વિવાદનું કેન્દ્ર બની હતી.

ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ: કેનેડિયન પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓએ એડમોન્ટન, આલ્બર્ટામાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. કારણ કે, તે સરે શહેરમાં શીખ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી 45 વર્ષીય વ્યક્તિને તેમની પીકઅપ ટ્રકમાં ગોળી મારીને હત્યા કરી હતી.

આરોપીઓ કોર્ટમાં હાજર થયા: 22 વર્ષીય કમલપ્રીત સિંહ, 22 વર્ષીય કરણ બ્રાર અને 28 વર્ષીય કરણપ્રીત સિંહ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણેયે લાલ રંગનો જેલનો પોશાક પહેર્યો હતો. જ્યારે તેઓ વિડિયો લિંક દ્વારા કોર્ટમાં હાજર થયા અને અંગ્રેજીમાં સુનાવણી માટે સંમત થયા હતા .ત્યારબાદ તેમને 21મી મેના રોજ બ્રિટિશ કોલંબિયાની પ્રાંતીય કોર્ટમાં ફરી હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કોર્ટ રુમમાં લોકોની થઇ ભીડ: સવારે બ્રાર અને કરણપ્રીત સિંહ આગળ આવ્યા. કમલપ્રીતની હાજરી બપોર સુધી મોડી પડી હતી કારણ કે, તે પોતાના વકીલ સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યો હતો. સવારના સત્ર દરમિયાન નાની પ્રાંતીય અદાલત દર્શકોથી ભરેલી હતી. અન્ય લોકો વિડિયો દ્વારા કાર્યવાહી જોવા માટે રૂમમાં ભારે ભીડ કરી હતી.

100 લોકો કોર્ટની બહાર એકઠા થયા: બ્રારનું પ્રતિનિધિત્વ કરતા બચાવ પક્ષના વકીલ રિચાર્ડ ફાઉલરે જણાવ્યું હતું કે, આ કેસ આખરે બ્રિટિશ કોલંબિયા પ્રાંતીય કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ખસેડવામાં આવશે અને તેને એક કેસમાં જોડી દેવામાં આવશે. લગભગ 100 લોકો કોર્ટની બહાર એકઠા થયા હતા, પીળા ધ્વજ લહેરાવતા હતા અને ભારત સરકારના અધિકારીઓની તસવીરો લઈને આવ્યા હતા, જેમના પર તેમણે નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ મૂક્યો હતો.

નિજ્જર ખાલિસ્તાની ચળવળનો મજબૂત નેતા: કેનેડિયન પોલીસનું કહેવું છે કે, ત્રણેય શકમંદો કેનેડામાં અસ્થાયી નિવાસી તરીકે રહેતા હતા. નિજ્જર પોતે કેનેડાના ભારતીય મૂળના નાગરિક અને એક પ્લમ્બર અને ભારતમાં એક સ્વતંત્ર શીખ રાજ્ય બનાવવા માટે એક મજબૂત ચળવળના નેતા હતા, જે ખાલિસ્તાન તરીકે ઓળખાય છે. જેના માટે તેમણે ભારે ઝુંબેશ ચલાવી હતી. તેમણે પંજાબી સ્વતંત્રતા વિશે વિશ્વવ્યાપી અનૌપચારિક લોકમતનું આયોજન કર્યું. આ અલગતાવાદી નેતાને શીખ સંગઠનો દ્વારા માનવાધિકાર કાર્યકર્તા અને ભારત સરકાર દ્વારા અપરાધી તરીકે ઓળખવામાં આવે છે.

નિજ્જરના આતંકવાદીઓ સાથે સંબંધ: ભારતે નિજ્જર પર આતંકવાદીઓ સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ભારતે મજબૂતપણે નિજ્જરની હત્યામાં કોઈ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. આરોપોના જવાબમાં, ભારતે ગયા વર્ષે કેનેડાને દેશમાં હાજર તેના 62 રાજદ્વારીઓમાંથી 41ને દેશ છોડી દેવા જણાવ્યું હતું. 1970 અને 1980ના દાયકામાં એક દાયકા લાંબી લોહિયાળ શીખ બળવાખોરીએ ઉત્તર ભારતને હચમચાવી નાખ્યું હતું, જ્યાં તે બળવાને સરકારે કચડી નાખ્યો હતો જેમાં અગ્રણી શીખ નેતાઓ સહિત હજારો લોકો માર્યા ગયાં.

ખાલિસ્તાન ચળવળે તેની મોટાભાગની રાજકીય શક્તિ ગુમાવી દીધી છે, પરંતુ તેના હજુ પણ પંજાબમાં તેના સમર્થકોમાં મોટી સંખ્યામાં વિદેશી શીખો છે. વર્ષો પહેલા ખાલિસ્તાની બળવાખોરીનો અંત આવ્યો ત્યારે, ભારત સરકારે વારંવાર ચેતવણી આપી છે કે. શીખ અલગતાવાદીઓ પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  1. કોણ છે દિલ્હીમાં જન્મેલા બેંકર તરુણ ગુલાટી, લંડન મેયર ચૂંટણીમાં વર્તમાન મેયર સાદિક ખાનને આપ્યો પડકાર - TARUN GHULATI LONDON MAYORAL POLL
  2. પાકિસ્તાની યુવતીને ભારતમાં મળ્યું નવું જીવન, ચેન્નાઈમાં થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, મફતમાં સર્જરી થઈ - Pakistani Girl Heart Transplant
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.