ETV Bharat / health

'યુથેનેશિયા': શું માનસિક બીમારીથી પીડિત લોકોને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવી જોઈએ? - Euthanasia

જેઓ ઈચ્છામૃત્યુ માંગે છે તેઓ કહે છે 'મારું શરીર મારો નિર્ણય'. તેનો વિરોધી કહે છે કે, તે પહેલાથી જ નબળા અને હાંસિયામાં રહેલા ગરીબો છે. જેઓ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચી શકતા નથી. જ્યાં સુધી સ્પષ્ટ તફાવત દર્શાવતી એક ભેદ રેખા Euthanasia Suffering Mental Illness Be Allowed Assisted Dying

શું માનસિક બીમારીથી પીડિત લોકોને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવી જોઈએ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 5:00 PM IST

હૈદરાબાદઃ તોફિક રશિદ લખે છે કે, આજે મેં સર્ચ એન્જીન પર મેડિકલી આસિસ્ટેડ ડેથ માટે સર્ચ કર્યુ હતું. જેમાં પહેલો મેસેજ આવ્યો કે 'મારે કોઈ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ'. એક આત્મઘાતી હેલ્પલાઈન નંબર પણ સામે આવ્યો. ઘણી બધી લિંક્સ મને મળી. મેં અનેક લિંક્સ ઓપન કરીને વાંચ્યા બાદ મને જે જોઈતું હતું તે મળ્યું. અલ્ગોરિધમ્સે વિચાર્યુ કે હું અતિશય વિચારી રહ્યો છું તેથી તેણે મદદની ઓફર કરી. જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે મેડિકલી આસિસ્ટેડ ડેથ હજુ પણ આત્મહત્યા છે કે કેમ? તે બાબત વાસ્તવિક દુનિયામાં પણ દાયકાઓથી પ્રવર્તમાન છે.

28 વર્ષની યુવતીની ઈચ્છામૃત્યુની માંગઃ હું એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે નેધરલેન્ડના એક ગામની 28 વર્ષની સ્વસ્થ વ્યક્તિએ શા માટે ઈચ્છામૃત્યુની માંગ કરી? એક દુર્લભ કેસમાં છોકરીએ શારીરિક રીતે સ્વસ્થ હોવા છતાં માનસિક રીતે અસ્વસ્થ હોવાને લીધે ઈચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો છે.

નેધરલેન્ડમાં કાયદેસર માન્યતાઃ છોકરીને એક બોયફ્રેન્ડ છે, તેણે 2 બિલાડીઓ પણ પાળેલ છે. આમ જોતો તેનું જીવન ભરેલું લાગે છે. તેણી આગામી મે મહિનામાં ચિકિત્સકોની સહાયથી કાયમ માટે સૂઈ જશે. ગયા મહિને જ દેશના ભૂતપૂર્વ ડચ વડા પ્રધાન ડ્રાઈસ વાન એગટને તેમની પત્ની યુજેની સાથે હાથ જોડીને ઈચ્છામૃત્યુ દ્વારા મૃત્યુ પામવાની મંજૂરી આપી હતી. તેઓ બંને 93 વર્ષના હતા અને ગંભીર રીતે બીમાર હતા. શું પીએમનો કેસ દુર્લભ ન હોઈ શકે ? વિશ્વના દેશોમાં ઈચ્છામૃત્યુને કાયદેસર માન્યતા મળી હોય તેવો દેશ એટલે નેધરલેન્ડ.

વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ નેધરલેન્ડ ઉપરાંત એકમાત્ર અન્ય દેશ સ્વિટ્ઝર્લેન્ડ છે જેમાં ઈચ્છામૃત્યુ કાયદેસર છે. ટૂંક સમયમાં કેનેડા, યુ.એસ.ના લઘુમતી રાજ્યો જેમાં ઓરેગોન, કોઈપણ પ્રકારની MAIDને મંજૂરી આપી શકે છે. જો કે અન્ય ઘણા લોકોએ તેના પર ચર્ચા કરી છે અને કોઈ તેને માનસિક બીમારી માટે મંજૂરી આપતું નથી. ભારતની સર્વોચ્ચ અદાલતે 2018માં તેના સીમાચિહ્નરૂપ ચુકાદામાં ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવ્યું. તેમને જીવન સહાયતાના પગલાંને નકારી કાઢવાની મંજૂરી આપી અને અસાધ્ય કોમામાં રહેલા દર્દીઓના પરિવારોને આવા નિર્ણય લેવા દીધા.

ઈચ્છામૃત્યુ રોકવા માટે અપીલઃ જો કે ભારતમાં માનસિક બિમારીને ઈચ્છામૃત્યુનું કારણ માનવામાં આવતું નથી. થોડા વર્ષો પહેલા બેંગલુરુ સ્થિત એક મહિલાએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં નોઈડામાં રહેતા તેના મિત્ર 48 વર્ષીય વ્યક્તિને રોકવા માટે કોર્ટને અપીલ કરી હતી. કથિત રૂપે ફિઝિશિયનની સહાયથી આત્મહત્યા કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડ પણ ગયો હતો. આ વ્યક્તિ 2014થી ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમથી પીડિત હતો જે આંતરરાષ્ટ્રીય સ્તરે માયાલ્જિક એન્સેફાલોમિ લાઈટિસ તરીકે ઓળખાય છે. જે એક અસાધ્ય રોગ છે.

માયાલ્જિક એન્સેફાલોમિ લાઈટિસના લક્ષણોઃ આ રોગના લક્ષણોમાં શ્રમ પછીની અસ્વસ્થતા, મગજમાં ધુમ્મસ, માથાનો દુખાવો, ઊંઘમાં ખલેલ, શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આ કારણ MAID માટે લાયક નથી. ચિકિત્સક-સહાયિત મૃત્યુ પરની ચર્ચાની બંને બાજુએ ઘણા મજબૂત મંતવ્યો છે અને આ વિષય પર સામગ્રી અને સાહિત્યની વિશાળ શ્રેણી પ્રકાશિત કરવામાં આવી છે.

જીવનની પવિત્રતાનું ઉલ્લંઘનઃ ઈચ્છામૃત્યુ માટે અંતિમ બિમારીઓથી પીડાતા લોકોને ગૌરવપૂર્ણ અંત આપવાનો એક માર્ગ છે. તેઓ દલીલ કરે છે કે નિષ્ણાત સંભાળ પછી પણ કેટલાક લોકો ગંભીર અને અસહ્ય શારીરિક અને ભાવનાત્મક તાણ અનુભવતા હોય છે. ઈચ્છામૃત્યુનો વિરોધ કરનારાઓ કહે છે કે, 'આ જીવનની પવિત્રતાનું ઉલ્લંઘન કરે છે'.

ઈચ્છામૃત્યુના દુરઉપયોગની સંભાવનાઃ વૃદ્ધો, ગંભીર રીતે બીમાર અને અપંગ લોકો પ્રત્યે સમાજના વલણને લીધે ઈચ્છામૃત્યુ તરફ વળે છે. ઈચ્છામૃત્યુની મંજૂરીમાં કાયદાના દુરુપયોગની શક્યતા રહેલ છે. જ્યારે MAID માટે માનસિક બીમારીને એકમાત્ર શરત તરીકે મંજૂર કરવામાં આવે ત્યારે ચિંતાઓ વધી જાય છે. તેનો વિરોધ કરનારાઓ કહે છે કે આ સૌથી સંવેદનશીલ લોકોને જોખમમાં મૂકી શકે છે.

શું કહે છે નિષ્ણાતો?: જે લોકો માનસિક આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચી શકતા નથી, તેમને યોગ્ય સારવાર મળે તો તેઓ સાજા થઈ શકે છે. આ દર્દીઓમાં સામાન્ય રીતે ગરીબ અને અન્ય સામાજિક રીતે વંચિતોનો સમાવેશ થાય છે. આરોગ્ય સંભાળ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે " MAIDએ દુઃખદાયક મૃત્યુને ટાળવા માટે નહિ પરંતુ પીડાદાયક જીવન ટાળવા માટે ઉપયોગમાં લેવાય તે જોખમ રહેલું છે".

આત્મહત્યા માટે સહાયકનો ભયઃ ફરી પ્રશ્ન એ ઊભો થાય છે કે, ઈચ્છામૃત્યુ કેટલાક કિસ્સાઓમાં વરદાન બની શકે છે પરંતુ કેટલાક કિસ્સામાં તે આત્મહત્યા માટે સહાયક બની શકે છે. આ બંને વચ્ચે તફાવત દર્શાવતી એક સ્પષ્ટ ભેદરેખા હોવી અત્યંત આવશ્યક છે. જ્યારે નેધરલેન્ડની 28 વર્ષીય યુવતી તેના જીવન પર સંપૂર્ણપણે હક ધરાવે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે મૃત્યુને લાયક છે???? (સમાપ્ત)

  1. કોરોના સંકટના તણાવનો સામનો
  2. Stress And Heart Problems : લાંબો સમય ચાલતો માનસિક તણાવ હૃદયરોગીઓની સમસ્યા વધારે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.