ETV Bharat / business

ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ, Sensex 260 પોઈન્ટ ઉપર, Nifty 22,000 પાર - Share Market update

author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 4:44 PM IST

આજે 10 મે, શુક્રવાર કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું છે. BSE Sensex 260 પોઇન્ટ વધીને 72,644 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.44 ટકાના વધારા સાથે 22,050 પર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...

ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ
ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ (ETV Bharat Desk)

મુંબઈ : આજે ભારતીય શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. શેરબજાર હળવા વધારા સાથે ખુલ્યા બાદ દિવસ દરમિયાન અનઅપેક્ષિત રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 260 પોઈન્ટ અને NSE Nifty 97 પોઇન્ટ વધીને ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

BSE Sensex : આજે 10 મે, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 72,404 બંધની સામે 71 પોઈન્ટ વધીને 72,475 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે BSE Sensex 72,366 પોઈન્ટ ડાઉન ગયો અને 72,946 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 260 પોઇન્ટ વધીને 72,644 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.36 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજે 10 મે, શુક્રવારના રોજ NSE Nifty ગતરોજના 21,957 બંધની સામે 33 પોઈન્ટ વધીને 21,990 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે NSE Nifty 21,950 પોઈન્ટ ડાઉન ગયો અને 22,131 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈન્ડેક્સ 97 પોઈન્ટ વધીને 22,050 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.44 ટકાનો વધારો દર્શાવે છે.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં NTPC (2.73%), પાવર ગ્રીડ કોર્પો (2.58%), JSW સ્ટીલ (2.46%), એશિયન પેઇન્ટ્સ (2.01%) અને ITC નો (2.00%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં TCS (-1.62%), ઇન્ફોસીસ (-0.95%), વિપ્રો (-0.79%), HDFC બેંક(-0.74%) અને M&M નો (-0.73%) સમાવેશ થાય છે.

  1. બજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 63 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 22,300ની નીચે - Stock Market
  2. એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 ફ્લાઈટ્સ રદ, તમામ ક્રૂ સભ્યો લાંબી રજા પર, તમારી ફ્લાઇટ તપાસી લેજો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.