ETV Bharat / business

ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત, Sensex 456 પોઇન્ટ તૂટ્યો - Share market update

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી નોંધાઈ છે. આજે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થયા બાદ ટ્રેડિંગ સેશનના અંતે પણ બજાર રેડ ઝોનમાં બંધ થયું છે. જેમાં સેન્સેક્સ 456 પોઇન્ટ ઘટીને 72,943 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 124 પોઈન્ટ ઘટીને 22,147 પર છે. આવતીકાલે રામનવમી નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેશે.

ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત
ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 4:34 PM IST

મુંબઈ : સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં નબળા વલણના પગલે વેચવાલી નોંધાઈ હતી. આજે 16 એપ્રિલ, મંગળવારના રોજ શેરબજાર નીચા મથાળે રેડ ઝોનમાં ખુલ્યું હતું. બાદમાં દિવસ દરમિયાન જોરદાર એક્શન જોવા મળ્યું હતું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે ઘટાડો નોંધાયો હતો. જોકે અંતે ભારે વેચવાલી બાદ બજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 456 પોઈન્ટ અને NSE Nifty 124 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.

BSE Sensex : આજે 16 એપ્રિલ, મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 73,399 બંધની સામે 493 પોઈન્ટ ઘટીને 72,892 ના મથાળે રેડ ઝોનમાં ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 72,685 પોઈન્ટ ડાઉન અને 73,135 ની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 456 પોઈન્ટ તૂટીને 72,943 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.62 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 124 પોઈન્ટ (0.56%) ઘટાડા સાથે 22,147 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 147 પોઈન્ટના ઘટાડા સાથે 22,125 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 22,213 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીને પગલે ગગડીને 22,079 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

ત્રણ દિવસથી વેચવાલી : આજે 16 એપ્રિલ, મંગળવારના રોજ સતત ત્રીજા દિવસે પણ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શેરબજારમાં સૌથી વધુ વેચવાલી IT સેક્ટરમાં થઈ હતી. PSU બેન્કિંગ સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી હતી. જ્યારે ફાર્મા, ઓટો અને મીડિયા સ્ટોકમાં લેવાલી નોંધાઈ હતી. આજના ટ્રેડિંગ દરમિયાન લગભગ 1405 શેરના ભાવ વધ્યા અને 796 શેરના ભાવ ઘટ્યા હતા.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાઈટન કંપની (1.26%), HUL (1.20%), HDFC બેંક (0.97%), મારુતિ સુઝુકી (0.62%) અને પાવર ગ્રીડ કોર્પોનો (0.07%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ફોસિસ (-3.65%), ઇન્ડસઇન્ડ બેંક (-3.12%), વિપ્રો (-2.32%), બજાજ ફિનસર્વ (-2.31%) અને HCL ટેકનો (-1.94%) સમાવેશ થાય છે.

  1. RBI MPC મીટિંગના પરિણામોની જાહેરાત બાદ બજાર ફ્લેટ મોડમાં બંધ
  2. RBIના નિર્ણય પહેલા શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 141 પોઈન્ટ તૂટ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.